ઈઝરાયેલ: કસાબની જેમ આતંકી દ્વારા ગોળીઓનો વરસાદ: 5 લોકોએ ગુમાવ્યો જીવ

તેલ અવીવ, ઈઝરાયેલમાં રાજધાની તેલ અવીવ પાસે થયેલા ભીષણ આતંકી હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રકારની આ ત્રીજી આતંકી ઘટના છે.
આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, હુમલાખોર અત્યાધુનિક રાઈફલથી સજ્જ છે અને રસ્તા પર ગોળીઓ ચલાવી રહ્યો છે.
એક વ્યક્તિ કારમાં જઈ રહ્યો છે અને હુમલાખોરે નિર્દોષને ગોળી મારી દીધી હતી. નિઃશસ્ત્ર હુમલાખોર કાર સવારને ત્યાં સુધી છોડતો ન હતો જ્યાં સુધી તેને ખાતરી ન થઈ જાય કે તેનું મોત નીપજ્યું છે.
છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રકારના ત્રણ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે એક કડક સંદેશમાં, આવા હુમલાઓનો “કડક” રીતે સામનો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હુમલા બાદ ઇઝરાયલી પોલીસ એલર્ટ પર છે.
બેનેટે કહ્યું, “ઇઝરાયલ જીવલેણ આરબ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. જેને કાબુમાં લેવા માટે સુરક્ષા દળો કામ કરી રહ્યા છે. અમે અમારા તમામ દ્રઢ નિશ્ચય, તત્પરતા અને કડકાઈ સાથે આતંકવાદ સામે લડીશું.